નામ -જય શાહ
હું મૂળ નડીયાદ નો વતની છું પણ છેલ્લા અમુક વર્ષોથી ઓસ્ટ્રેલીયા માં સ્થાયી છું.
હું કોઇ કવિ નથી.લખવાનો શોખ છે , માત્ર ડાયરી સુધી .જે લેખ મારા બ્લોગ ઉપર મુક્યા છે એને માત્ર કવિતા કે ગઝલ ના વાઘા પહેરાવ્યા છે વાઘા એટલા માટે કહુ છુ કેમકે ના તો ગઝલો છંદ માં છે ના તો કવિતા વ્યાકરણ માં. મને ગુજરાતી વ્યાકરણ નું કોઇ જ્ઞાન નથી. ભાષા જાણકારો ને મારા જોડકણા વાંચીને હસવાની છૂટ છે. ગુજરાતી કવિતાઓ અને ગઝલો નો હુ બહું મોટો મદ્દા છુ પણ એમાય ગઝલો પ્રેત્યે થોડો પક્ષપાત ખરો.ઘણા બધા ઉર્દુ , હીન્દી અને ગુજરાતી કવિઓ થી મુતાસિર છુ પણ ગમતા શાયરો કે કવિઓ ની યાદી એટલી લાંબી છે કે કોઇ એક નું નામ લેવાય એવુ નથી.વાચકો ને વખાણ કે ટિકા કરવાની પુરા હ્રદય થી છૂટ છે.

જય

Followers

Blog Archive