Saturday, November 10, 2012


બાળક મનને રાત દિન અનેક ચાહ હોય,
શું કરવું નશીબ માં ,બસ માત્ર રાહ હોય ?

સ્વ્પ્ન નવા જિવન માં વાવું તો કઇ રીતે ?
પાનખર જિંદગીમાં જ્યાં બારે માંહ હોય.

વસ્તુઓ મન ગમતી ,  અનેક ત્યજી છે .
કોઇ ખાસ મિત્રની જેના પર નિગાહ હોય.

તોય લાગણીઓના ખજાના વહેંચ્યા છે ,
એક તરફ દિલના ખુણે ખુણા તબાહ હોય.

ટેવ પ્રમાણે સત્ય મૂંહફાટ બોલુ છું,
એ રીતે જુવે આ દુનિયા કે મોટા ગુનાહ હોય.

જય શાહ



Friday, November 9, 2012

મિત્ર ખાસ


જિવનમાં કોઇ તો હોય દિલની આસપાસ ,
જેને જોઇ હુંય કહુ , આ મારો મિત્ર ખાસ.
 
સુખમાં એને જોતા જ્ ખુસી થાય બમણી,
દુઃખ માં એને જોઇ દિલને થાય હાંશ.
 
અહીં તો લોકો મળે લઈને  મીઠું સ્મિત,
હોય ભલે ને દિલમાં સમુદ્ર ની ખારાશ .
 
મારું ક્યાં ગજુ કે લખુ કવિતા કે ગઝલ,
સમય પસાર કરવા બેસાડી દિધો પ્રાસ.
 
જય શાહ

Wednesday, April 28, 2010

બાળપણ

મારુ મન બાળપણ ના એ દિવસો ખોળે છે.
જયાં બા કાંસકો લઇ મારા વાળ ઓળે છે.

કોઇ પણ ભુલે મારા બાપુજીનો એકજ ઠ્પકો
અલ્યા શું કામ મારુ નામ બોળે છે?

પાડોશી હ્ંમેશા ફરીયાદ લઇ ને આવતો
તમારો છોકરો વાડા ની બદામ તોડે છે.

મોંઘા ગાલીચાઓ માં ક્યાં ઊંઘ આવે છે.
પોઢવાની મજા તો બસ બા ના ખોળે છે.

ખાવામાં આડાઈ કરું તો બા બીક બતાવે,
"ખાઈલે બાકી બહાર બાવો તને ખોળે છે.

મરાસીમ તો હવે ગરજ ના રહ્યા બસ
સ્વાર્થ વગરના સંબંધ બાળપણ જોડે છે.

જય શાહ

અરીસા સાથે વાત

તનહાઈ ને જીવન માંથી બાદ કરી લઉ છું!
કોઇ નહી તો અરીસા સાથે વાત કરી લઉ છું!

મને શું કામ રંજ હોય તારા ના મળવાનો
તારા ભ્રમ સાથે રોજ મુલાકાત કરી લઉ છું!

તસલ્લિ તો રહે દીલ ને કોઇ ને હરાવવાની
લડુ છુ જાત સામે જ અને મહાત કરી લઉ છું!

ખુદા,તુ પણ છેવટૅ તો રહ્યો આ કળયુગ નો
તારી સામે પણ લાંચ ની રજૂઆત કરી લઉ છું!

જીવન નો જુગાર કોક દી તો જીતીશએ આશથી
રોજ એક નવી શરુવાત કરી લઉ છું!

એટલો પણ ખરાબ નથી કે તને બેવફા કહુ.
હુ પણ અરીસો જોવાની તાકાત કરી લઉ છુ.

જય શાહ

એક છોકરી

મારા ઘર પાસે એની સખીઓ સાથે રમતી હતી,
મને સાચ્ચે એ છોકરી બહુ ગમતી હતી ,,

હુય બેસી રહતો પાળ ઊપર એને જોવા,,
આંખો મળતા એની આંખો શરમથી નમતી હતી.

ઉડતો દુપટ્ટો,માથે બીંદી,અને ગાલ ઉપર ખંજન,
આટલી સુંદરતા એ શી રીતે ખમતી હતી?

મારી સાંજ વીતી જતી એને જોયા કરવામાં
પાછી રાતેય સ્વપ્નમાં એ જ ભમતી હતી.

જય શાહ

તકિયા કલામ

કોક દિ' એવુંય બને તને મારું કામ હોય.
રણકે ફોન મારો ને એમાં તારું નામ હોય .

તારા દુપટ્ટાની સુવાસ અનુભવી મને થતું ,
જાણે ગુલાબના બગીચા તારા ગુલામ હોય.

જ્યારે સવારે તુલસી ક્યારે તુ પૂજા કરતી હોય
મને લાગે કે તારો ચહેરો કોઇ તીર્થધામ હોય

તારો એક જ પ્રેમપત્ર હજાર વાર વાચું
જાણે ગાલીબ નો લખેલો સુંદર કલામ હોય

છંદ વગરના જોડકણા એ જ મારી ગઝલ
બીજા કોનો આવો તકિયાકલામ હોય

જય શાહ

શેર

સમજાશે તમને મારી મહેફીલ જોતા,
અહિં તો હું જ વકતા ને હું જ શ્રોતા.

દિલ ની જગા એ હાસ્ય ચોરી ગઇ તુ,
બાકી અમેય આટલા તન્હા નો'તા.

જય શાહ

Followers

Blog Archive