Wednesday, April 28, 2010

પહેલો પ્રસ્તાવ

છેવટે હિંમત ભેગી કરી લીધી વાત કરવા!
પ્રેમના પહેલા પ્રસ્તાવની રજુવાત કરવા.

રસ્તે જોઇ લીધું કોઇ આવતું તો નથી?
ખાલીપો શોધી લીધો શરુવાત કરવા.

અનેક સંદેશા મુકલ્યા તારી સખીયો સાથે?
એક અરસો લગાવ્યો તે મુલાકાત કરવા.

કેટલો અભ્યાસ કરેલો અરીસા સામે ?
તોય કલાકો લાગ્યા કબૂલાત કરવા .

જોઇ તને ભૂલ્યો શૂં કેહવા આવ્યો છું?
તારી મુસ્કાન પુરતી હતી મને મહાત કરવા.

મારી તો જાણે દુનીયા બદલાઈ ગઇ
જ્યાં તે હાથ પકડ્યો કબુલાત કરવા

જય શાહ

બા

શાળાએ ના જવા ખોટા બહાના કાઢી રોવું છે.
હા મારે ફરી મારું બાળપણ જોવું છે

શોધું છું વરસો થી એક ઊંઘ સુકુન ની
તારા ખોળા માં બા ચિંતા વગર સોવું છે

તને યાદ છે બા મારી જીદો બાળપણની
નવું લા'વા જુનું રમકડું જાણી ને ખોવું છે

મને યાદ છે બા તે મારેલો પેહલો તમાચો
"ઘર છોડી દઈશ" એમ કહી ને રોવું છે

મારા નાના થી ના કામ બા તુજ કરી આપતી
ફરીથી એ મીઠી પરાવલમ્બિતતા નું બીજ બોવુ છે

જય શાહ

Followers

Blog Archive