Wednesday, April 28, 2010

અરીસા સાથે વાત

તનહાઈ ને જીવન માંથી બાદ કરી લઉ છું!
કોઇ નહી તો અરીસા સાથે વાત કરી લઉ છું!

મને શું કામ રંજ હોય તારા ના મળવાનો
તારા ભ્રમ સાથે રોજ મુલાકાત કરી લઉ છું!

તસલ્લિ તો રહે દીલ ને કોઇ ને હરાવવાની
લડુ છુ જાત સામે જ અને મહાત કરી લઉ છું!

ખુદા,તુ પણ છેવટૅ તો રહ્યો આ કળયુગ નો
તારી સામે પણ લાંચ ની રજૂઆત કરી લઉ છું!

જીવન નો જુગાર કોક દી તો જીતીશએ આશથી
રોજ એક નવી શરુવાત કરી લઉ છું!

એટલો પણ ખરાબ નથી કે તને બેવફા કહુ.
હુ પણ અરીસો જોવાની તાકાત કરી લઉ છુ.

જય શાહ

1 comment:

  1. જય ઘણુ સરસ લખો છો લખતા રહો..અરિસા સાથે કવિ જેવા પાગલ લોકો જ વાતો કરે!!!આપણા જેવાં!
    સપના

    ReplyDelete

Followers

Blog Archive