Wednesday, April 28, 2010

બાળપણ

મારુ મન બાળપણ ના એ દિવસો ખોળે છે.
જયાં બા કાંસકો લઇ મારા વાળ ઓળે છે.

કોઇ પણ ભુલે મારા બાપુજીનો એકજ ઠ્પકો
અલ્યા શું કામ મારુ નામ બોળે છે?

પાડોશી હ્ંમેશા ફરીયાદ લઇ ને આવતો
તમારો છોકરો વાડા ની બદામ તોડે છે.

મોંઘા ગાલીચાઓ માં ક્યાં ઊંઘ આવે છે.
પોઢવાની મજા તો બસ બા ના ખોળે છે.

ખાવામાં આડાઈ કરું તો બા બીક બતાવે,
"ખાઈલે બાકી બહાર બાવો તને ખોળે છે.

મરાસીમ તો હવે ગરજ ના રહ્યા બસ
સ્વાર્થ વગરના સંબંધ બાળપણ જોડે છે.

જય શાહ

No comments:

Post a Comment

Followers

Blog Archive